થોડાક દિવસ પહેલા સ્વરા ભાસ્કરે ઝારખંડમાં થયેલી તબરેઝ અંસારીની મૉબ લિંચિંગ વિરુદ્ધ લોકોની સાથે આવવા પર નિવેદન આપ્યું હતું. સ્વરાએ લખ્યું હતુ, ‘ભગવાનના નામ પર વધુ એક હત્યા થઇ ગઇ! લિંચિસ્તાન નહીં બને, 26 જૂનની સાંજે 5 વાગ્યે દિલ્હીના રસ્તાઓ પર આવો, તબરેજ માટે કેન્ડલ માર્ચ કાઢીએ.’
આ ટ્વિટ પર ગુજરાતના આઈપીએસ વિપુલ અગ્રવાલે સ્વરાને આડે હાથ લીધી. તેમણે સ્વરાના ટ્વીટના જવાબમાં તેની પર એરતરફી હોવાનો આરોપ લગાવ્યો છે.
તો સ્વરાએ પણ વિપુલને જવાબ આપતા લખ્યું, ‘સર… હું અભિનેત્રી છે. મારું એક તરફ હોવુ કે ના હોવું કોઇને નુકસાન પહોંચાડતુ નથી. તમે એક આઇપીએસ અધિકારી છો, તમે એક રાજ્યના વૈધાનિક શક્તિના માધ્યમ માનવામાં આવો છો. તમારા એકતરફા હોવાથી દેશને ફરક પડે છે અને તબરેજ જેવા ડરાવના મામલા થાય છે.’
સ્વરાએ આગળ લખ્યુ, મને ટ્રોલ કરવાની જગ્યાએ તમે તમારુ કામ કરો અને બંધારણ માટે ઉભા થાવ જેની તમે શપથ લીધી હતી.