✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયાના કયા વિકેટ કિપરે કર્યો દાવો, જો હું સારુ રમ્યો હોત તો ધોની ન આવ્યો હોત...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2018 06:08 PM (IST)
1

પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમમાં સિલેક્શન થયું છે કે નહીં તે જાણવા માટે અમારે ટીવી સામે બેસવું પડતું હતું. ભારતીય એ ટીમ તરફથી રમ્યા બાદ તે ઘરે આવીનો ઊંઘી ગયો હતો ત્યારે તેની બહેને તેને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેનું સિલેક્શન થઇ ગયું છે. બહેનની વાત સાભળીને તેને લાગ્યું કે તે સપનામાં જ છે પરંતુ આંખ ખુલ્યા બાદ તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો.

2

આ ઇન્ટરવ્યૂમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિષે જણાવતા અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું અનેક સંઘર્ષ બાદ તે આજે આ મુકામ સુધી પહોંચ્યો છે અને પોતાની ઓળખ બનાવી છે. સ્કૂલના દિવસોમાં 12- 13 કિલોમીટર બેગ લટકાવીને સાઇકલિંગ કરીને સ્કૂલ જતો હતો. સ્કૂલના આભ્યાસમાંથી સમય બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવું પડતું હતું.

3

બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ સાથે એક ઇન્ટરવ્યૂમાં પાર્થિવ પટેલે ધોનીની સફળતાનું રાઝ જણાવતા કહ્યું કે, ધોની અમારા કારણે સફળ ક્રિકેટર બન્યો છે. જ્યારે પાર્થિવે પટેલેને પૂછવામાં આવ્યું કે, શું તમે ખોટા સમયે ક્રિકેટમાં આવી ગયા છો? ત્યારે પાર્થિેવે કહ્યું, ‘મને એવું નથી લાગતું, આજે ઘણા લોકો એવું કહી રહ્યાં છે પરંતુ આ અમારા ખરાબ પ્રદર્શનના કારણે થયું છે જો અમે સારુ પ્રદર્શન કર્યું હોત અને ધોનીને તક નહીં આપી હોત તો આજે આ દિવસ જોવો નહીં પડતો.

4

પ્રાર્થિવ પટેલે કહ્યું, જો અમે અમને મળેલી તકનો ફાયદો સારી રીતે ઉઠાવ્યો હોત તો ધોની આજે ટીમમાં ન હોત. અમે પોતાની ટીમમાંથી બહાર થવા માટે પોતે જ જવાબદાર છે.

5

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એક બેટ્સમેનની સાથે સાથે પોતાની વિકેટ કિપિંગ માટે પણ ઓળખાય છે. ધોનીને લઇને વિકેટકીપરોએ અનેક વખત નિવેદનો આપતા રહે છે. થોડા સમય પહેલા દિનેશ કાર્તિકે એક નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે ધોની ટીમ ઇન્ડિયામાં ફિટ થઇ ગયો હોય તો તેણે વિચાર્યું હતું કે હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઉ કે વિેકેટ કિપિંગ છોડી દઉ.’તેના બાદ એ પણ કહેવાય રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં ધોની આવ્યા બાદ આ સમયે વિકેટ કિપર બેટ્સમેનનું કેરિયર ખતમ થઈ ગયું છે. પરંતુ વિકેટ કિપર પાર્થિવ પટેલ આ વાતને સ્વીકારતો નથી.

6

પાર્થિવે પોતાના ક્રિકેટ કેરિયરમાં ભારત માટે 38 વનડે અને 25 ટેસ્ટ રમી ચુક્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયાના કયા વિકેટ કિપરે કર્યો દાવો, જો હું સારુ રમ્યો હોત તો ધોની ન આવ્યો હોત...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.