એબી ડિવિલિયર્સ આગામી વર્ષે IPL રમશે કે નહીં? જાણો શું આપ્યો જવાબ
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના ખેલાડી એબી ડિવિલિયર્સે પોતાની નિવૃત્તીની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. દક્ષિણ આફ્રીકાના ક્રિકેટ ફેન જ નહીં પણ ભારત અને વિશ્વભરના ક્રિકેટ તેમના આ નિર્ણયથી નિરાશ છે. એબી ડિવિલિયર્સ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેનું ઉદાહરમ તેણે આઈપીએલમાં આપ્યું હતું. વિરાટ બાદ એ જ એવા ખેલાડી છે જેણે શાનદાર બેટિંગ કરી છે. અનેક મેચમાં તેના જોરે જ બેંગલોરની ટીમ જીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે બેંગલુરુ પ્લે ઓફમાં ન પહોંચી શક્યું. પરંતુ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભલે તમામ બેટ્સમને ફટકાર લગાવી હોય પરંતુ એબીના તેણે વખાણ કર્યા હતા. ડિવિલિયર્સે 12 મેચમાં 480 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 174થી વધારે રહી. તેમાં સૌથી શાનદાર ઇનિંગ 90 રનની હતી. ડિવિલિયર્સ લાંબા સમયથી આઈપીએલનો હિસ્સો રહ્યા છે. આ દરમિયાન તે દિલ્હી અને બેંગલુરુ તરફથી રમ્યા.
હવે તેમની નિવૃત્તી બાદ એ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું તે આગામી આઈપીએલમાં રમશે કે નહીં. તેના ભારતીય ફેન્સ એ જરૂર ઇચ્છશે કે તે આઈપીએલમાં રમે. નિવૃત્તીની જાહેરાત કરતાં ડિવિલિયર્સે કહ્યું હતું કે, તે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી વિદાઈ લઈ રહ્યા છે. તે માત્ર ઘરેલુ ક્રિકેટ રમશે. તેમાં તે પોતાની ટીમ ટાઈટન્સ માટે રમતા જોવા મળશે.
આઈપીએલમાં તે રમશે કે નહીં તેના પર કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે તેમણે રમવાની વાતને નકારી પણ નથી. એવામાં ભારતીય ફેન્સ ઇચ્છશે કે ડિવિલિયર્સ આગામી વર્ષે પણ આઈપીએલમાં રમે અને પોતાના શાનદાર શોટ્સ લોકોને બતાવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -