નવી દિલ્હીઃ આવતીકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ મુકબલમાં કિવી ટીમ સામે ટકરાશે. બન્ને ટીમોનો સફર શરૂઆતમાં સારો રહ્યો જોકે બાદમાં કિવી ટીમ લથડી અને ટીમ ઇન્ડિયાએ રિધમ જાળવી રાખી હતી. પૉઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા એક નંબર અને કિવી ટીમ ચાર નંબર પર છે. રિપોર્ટ છે કે ટીમ ઇન્ડિયામાં ફેરફાર થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીયી ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારને બહાર રાખવામાં આવી શકે છે, તેમની જગ્યાએ યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ભુવનેશ્વર કુમાર અને કુલદીપ છેલ્લી મેચમાં કંઇક ખાસ પ્રદર્શન કરી શક્યા નથી, જેના કારણે બહાર બેસડવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે પ્રેક્ટિસ મેચમાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને કારમી હાર આપી હતી. હવે બન્ને ટીમ ફરી એકવખત સેમિ ફાઇનલમાં આમને સામને થઇ છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ
ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ઇશ સોઢી, લૂક ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ
World Cup 2019: સેમિ ફાઇનલમાં કોહલી કરશે ટીમમાં મોટો ફેરફાર, આ બે ખેલાડીઓને મળી શકે છે જગ્યા
abpasmita.in
Updated at:
08 Jul 2019 10:43 AM (IST)
ભુવનેશ્વર કુમાર અને કુલદીપ છેલ્લી મેચમાં કંઇક ખાસ પ્રદર્શન કરી શક્યા નથી, જેના કારણે બહાર બેસડવામાં આવી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -