વેસ્ટ ઇન્ડિઝનો આ ઓલરાઉન્ડર હવે ઇંગ્લેન્ડની ટીમમાંથી રમશે 2019નો વર્લ્ડકપ, જાણો કઇ રીતે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇસીબીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે તેમને દેશની બહારથી આવેલા ખેલાડીઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર એક જાન્યુઆરી 2019થી લાગુ થઇ જશે.
આના પ્રતિક્રિયા આપતા આર્ચરે લખ્યું, આવુ બની શકે છે અને ના પણ, પણ પોતાના પરિવારજનો સામે ડેબ્યૂ કરીને ખુશ થઇશ.
આર્ચર 2015માં ઇંગ્લેન્ડ આવ્યો હતો અને ત્યારથી તે ઇંગ્લેન્ડની કાઉન્ટી સસેક્સમાં રમી રહ્યો છે. આર્ચર મૂળ વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસનો નિવાસી છે. તેને વેસ્ટ ઇન્ડિઝ માટે અંડર-19 વર્લ્ડકપ પણ રમ્યો હતો.
નવી દિલ્હીઃ એક દેશનો ક્રિકેટર બીજા દેશની ટીમ માટે કઇ રીતે રમી શકે, અને તે પણ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં. આ વાત થોડી અજુગતી લાગશે પણ બન્યુ છે એવુ કે હવે વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમમાંથી રમવા જઇ રહ્યો છે.
ઇસીબીની બેઠકમાં પોતાના રેશિડેન્શિયલ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા ઇંગ્લેન્ડની નેશનલ ક્રિકેટ ટીમમાં રમવા માટે ખેલાડીને સાત વર્ષ ઇંગ્લેન્ડમાં વિતાવવા પડતા હતા, જેને બોર્ડે ઓછા કરીને ત્રણ વર્ષ કરી દીધા છે.
જોફ્રા આર્ચર આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી રમવાનો છે, એટલું જ નહીં એશિઝ સીરીઝમાં પણ ઇંગ્લેન્ડની ટીમનો ભાગ બની શકે છે. આર્ચરને આ મોકો ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા પોતાની ટીમમાં રમવાની યોગ્યતા વાળા નિયમમાં ફેરફાર કર્યા બાદ મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -