નવી દિલ્હીઃ આઇપીએલની બે સૌથી સક્સેસ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ખિતાબ માટે આમને સામને ટકરાશે. દર્શકોને એક રોમાંચક મુકાબલાની આશા હશે. કેમકે બન્ને ટીમો હાલની આઇપીએલમાં જબરદસ્ત ફોર્મમાં છે. આજની ફાઇનલ મેચ બાદ બન્ને ટીમોને વિનર અને રનર અપને ભારેભરખમ રકમ મળશે. અહીં અમે તમને બન્ને ટીમોને કેટલી રકમ મળશે તેની માહિતી આપી રહ્યાં છીએ.


આઇપીએલ 2019ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવશે. આ ચેક મુંબઇ કે ચેન્નાઇમાંથી કોઇ એક ટીમને મળશે, જે વિજેતા થશે તેને.

ઉપરાંત રનર-અપ ટીમને 12.5 કરોડ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવશે.



આ સિવાય ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ (સર્વાધિક રન) વિજેતા ખેલાડીને 10 રૂપિયા રૂપિયાનો ચેક આપવામાં આવશે. સાથે પર્પલ કેપ (સર્વાધિક વિકેટ) વિજેતા ખેલાડીને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.