ગાંધીનગરઃ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોના ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત આજે પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેના જાહેર કરેલા રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. 


જોકે, ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. જોકે, અતિવૃષ્ટિ મુદ્દે રાહત પૂરુ પેકેજ જાહેર કરવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. આઠ જિલ્લામાં રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી. 


આ ઉપરાંત તેમણે ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું લાભ પાચમથી શરૂ થઈ ગયું છે, તેમ ઉમેર્યું હતું. ખરીદીમાં કોઈ ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી થશે, તેમ ઉમેર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હોવાનું પણ કહ્યું હતું. એટલું જ નહીં, આમા કોઈ ગેરરીતિ થાય તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. તેમણે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતીના જિલ્લા તરીકે જાહેર કરાશે. આગામી 19મી તારીખે આ જાહેરાત થશે, તેમ કહ્યું હતું. 


ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું અને સંકલ્પ છે કે ખેડૂતોની આવક બમણી કરવી. ગુજરાત કૃષિ વિભાગ સતત પ્રયત્નશીલ છે. કૃષિ વિભાગે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં ખરીદીમાં ખેડૂતોને ચુકવણી થાય છે. અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્ર ના 4 જિલ્લામાં નુકશાન થયું હતું. સરકારે 4 જિલ્લા 23 તાલુકા ના 682 ગામો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. 155 કરોડ ની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે. ટેકાના ભાવમાં ક્યાંય ગેરરીતિ માલુમ પડશે તો સરકાર પાસા હેઠળ કાર્યવાહી થશે.


રાજ્યમાં રવિ પાકની સિઝનમાં ખાતર મળી રહે તે માટે સરકારે કેન્દ્ર જરૂરિયાત ડિમાન્ડ મૂકી હતી. રાજ્યના મુખ્યમંત્રીની ભલામણ કેન્દ્રીય મંત્રી મનસુખ માળવીયની મદદથી ખાતરની અછત નહિ થાય. સરકાર ખાતર માટે સક્રિય છે. કાળા બજાર નહિ થાય સરકાર પૂરતી વ્યવસ્થા કરી છે.કાળા બજાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ક્યાંય ખાતર ની અછત નથી ખેડૂતો ને પૂરતું ખાતર મળી રહ્યું છે.