ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડર ખેલાડીએ ભગવાનને કરી પ્રાર્થના, કહ્યું- મહારાષ્ટ્રમાં જઈને ખૂબ વરસે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jun 2019 10:59 PM (IST)
ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે નોટિંઘમમાં રમાનારી મેચ વરસાદના કારણે રદ કરાઈ હતી. સતત વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહતો.
નૉટિંઘમઃ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાનારી મેચ વરસાદના કારણે રદ કરાઈ છે. સતત વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહતો. જેના કારણે ક્રિકેટ ફેન્સ પણ નિરાશ થયા હતા. બન્ને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યા છે. આ પહેલા પણ ત્રણ મેચોમાં વરસાદ વિધ્નરૂપ બન્યો હતો અને મેચ રદ કરવામાં આવી હતી. ત્યારે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓલરાઉન્ડર કેદાર જાધવ પણ નોટિંઘમમાં વરસાદ નહીં આવે તે માટે ભગવાનને પ્રાથના કરતો નજર આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેદાર જાધવ વીડિયામાં વરસાદને પ્રાથના કરી રહ્યો છે કે, તે ઇંગ્લેન્ડમાં નહીં પણ મહારષ્ટ્રનામાં જઈ પુષ્કળ વરસે. ત્યાં ઘણા દિવસોથી વરસાદ નથી પડ્યો દુષ્કાળ છે.