નેશનલ શૂટર મહિલાએ કોચ પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- શૂટિંગવાળી રાઈફલથી મારવાની આપી હતી ધમકી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2016 10:23 AM (IST)
 નેશનલ શૂટર મહિલાએ કોચ પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- શૂટિંગવાળી રાઈફલથી મારવાની આપી હતી ધમકી
1

નવી દિલ્લી: દિલ્લીમાં એક નેશનલ લેવલની શૂટરે પોતાના કોચ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલા શૂટરની ફરિયાદ પછી શનિવારે (3 ડિસેમ્બર) ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે કોચને તપાસમાં સહયોગ આપવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે બન્ને જણાં એક બીજાને બે વર્ષોથી જાણતા હતા અને સાથે પ્રેક્ટિસ કરતા હતા. મહિલાએ જણાવ્યું કે તે નેશનલ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહી હતી અને આરોપી ઈંટરનેશનલ લેવલની ઈવેંટમાં ભાગ લઈ ચૂક્યો છે. જેથી તે શીખવાડવા માટે અહીં આવતો જતો હતો. બન્ને વચ્ચે એક સંબંધ બની ગયો હતો અને કોચે તેને લગ્નનું વચન આપ્યું હતું.

2

3

એક અંગ્રેજી અખબારના પ્રમાણે, જ્યારે મહિલાએ તેની સાથે ઝઘડો કરી બધાને બતાવવાની વાત કરી ત્યારે તેને ઘમકી આપી કે તે શૂટિંગવાળી રાઈફલથી તેને મારી નાંખશે અને એવું દર્શાવશે કે કોઈ ઘટના બનશે. પોલીસે કેસ નોંધી શૂટરને મેડિકલ ચેકઅપ માટે મોકલી દીધી છે. ત્યાં પણ રેપની સ્પષ્ટતા થઈ ગઈ છે. પોલીસે શનિવારે કોચનો સંપર્ક કર્યો હતો, અને તપાસમાં સહયોગ આપવા જણાવાયું હતું.

4

5

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેના જન્મદિવસ પર તે કોચ ચાણક્યપુરીમાં તેના ઘર પર આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે તે વખતે કોચે મને કોલ્ડ ડ્રિંકમાં કોઈક નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હતો, અને ત્યારબાદ તેનો રેપ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે તે દિવસ પછીથી કોચે તેના કોઈ ફોનનો જવાબ આપ્યો નથી. અને જ્યારે તે રૂબરૂ મળ્યો ત્યારે લગ્નના વચનમાંથી ફરી ગયો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • નેશનલ શૂટર મહિલાએ કોચ પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- શૂટિંગવાળી રાઈફલથી મારવાની આપી હતી ધમકી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો