ડેનિયલે વિરાટ કોહલીને ટ્વિટર પર લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું હતુ, કોહલી મારી સાથે લગ્ન કરી લે. તે સમયે તેણે કોહલીને ખોલી લખ્યું હતું જેના કારણે તેની ખૂબ જ મજાક ઉડી હતી.
ડેનિયલની ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જૂન સાથે સારી મિત્રતા છે. હકીકતમાં અર્જૂન ક્રિકેટની ટ્રેનિંગ લેવા માટે ઇંગ્લેન્ડ અવતો-જતો રહે છે. સાથે જ ડેનિયલની અર્જૂન સાથે ઓળખાણ થઇ અને બંને સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતાં રહે છે.
ઇંગ્લેન્ડની ઓપનિંગ બેટ્સમેન ડેનિયલ ભારતીય રન મીશન-કોહલીની ચાહક છે. ગત વર્ષે નવેમ્બરમાં તે જ બેટ વડે તેણે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 મેચમાં 56 બોલમાં સદી ફટકારી હતી. ત્યારે તેણે ક્રિકઇંફોને કહ્યું હતું કે જે બેટથી મે સદી ફટકારી છે તે મને વિરાટ કોહલીએ આપ્યું છે.