વડોદરાઃ ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ગઇકાલે ત્રણ વનડે મેચોની સીરીઝની પહેલી વનડે વડોદરામાં રમાઇ. ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને આઠ વિકેટ હરાવીને પ્રથમ વનડે મેચ પોતાન નામે કરીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી દીધી. આખી મેચમાંથી એક ખાસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધોનીની યાદ આવી જાય છે. ખરેખરમાં સોશ્યલ મીડિયા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર તાનિયા ભાટિયાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને દક્ષિણ આફ્રિકાની બેટ્સમેનને ધોની સ્ટાઇલમાં આઉટ કરીને પેવેલિયન મોકલી હતી. દક્ષિણ આફ્રિકન મહિલા ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે આઠમી ઓવરના ત્રીજા બૉલર આફ્રિકન બેટ્સમેન તૃષા ચેટ્ટી એકતા બિષ્ટના એક બૉલને સ્લૉગ સ્વિપ કરવા ક્રિઝની બહાર નીકળી અને સંતુલન ખોઇ બેઠી હતી. આ દરમિયાન ભારતીય મહિલા વિકેટકીપર તાનિયા ભાટિયાએ તેની ગિલ્લી ધોનીની સ્ટાઇલમાં ઉડાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, રીતની સ્ટમ્પિંગ ધોની હંમેશા કરતો હોય છે. હાલ ધોની ક્રિકેટથી દુર છે.