મહિલા એશિયા કપ: સતત સાતમી વખત ચેમ્પિયન બનવાનું ભારતનું સપનું તૂટ્યું, બાંગ્લાદેશે 3 વિકેટથી હરાવ્યું
આ જીત સાથે બાંગ્લાદેશે પ્રથમ વખત ટી-20 એશિયા કપ જીત્યો છે. આ ટૂર્નામેટમાં બાંગ્લાદેશની ટીમ ભારતને બીજી વાર હરાવવા સફળ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુઆલાલમ્પુરઃ ભારતીય મહિલા ટીમનું સતત સાતમી વખત એશિયા કપ જીતવાનું સ્વપ્નુ અધૂરું રહી ગયું છે. હરમનપ્રીત કોરના નેતૃત્વવાળી ભારતીય ટીમે રવિવારે ફાઈનલમાં ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે 113 રનનો લક્ષ્યાંક અંતિમ બોલ પર હાંસલ કરી લીધો હતો.
મહિલા એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 112 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત નબળી રહી હતી અને તે બાદ રનરેટ વધારવાના પ્રયાસમાં નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ભારત વતી હરમનપ્રીત કૌરે સર્વાધિક 56 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રૂમાના અહમદ અને તુલ કુબ્રાએ 2-2 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ તરફથી નિગાર સુલ્તાને સર્વાધિક 27 રન બનાવ્યા હતા. ભારત તરફથી પુનમ યાદેવ ચાર વિકેટ અને કેપ્ટન હરમનપ્રીમ કોરે બે વિકેટ ઝડપી હતી.
મેચની શરૂઆત પહેલા બંને ટીમની કેપ્ટને ટ્રોફી સાથે તસવીર પડાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -