આ ભારતીય ક્રિકેટરે કર્યો ચમત્કાર, T20માં એક પણ રન આપ્યા વગર લીધી 10 વિકેટ

આકાશે 4 ઓવરની બોલિંગ કરતાં એક પણ રન આપ્યા વગર 10 વિકેટ લીધી હતી. એક વેબમીડિયાને ઇન્ટરવ્યૂ આપતા આકાશે કહ્યું કે ટી-20 મેચમાં 5 વિકેટ લેવી જ આશ્ચર્યની વાત હોય છે ત્યારે મેં 10 વિકેટ લીધી જે મારા માટે ગૌરવની વાત છે. હું ભગવાનનો આભાર માનું છું.
દિશા ક્રિકેટ એકેડમી તરફથી રમતા 15 વર્ષના આકાશ ચૌધરીએ પર્લ એકેડમીની વિરૂદ્ધ આ પ્રભાવશાળી રતમનું પ્રદર્શન કર્યું. 156 રનનો પીછો કરતાં પર્લ એકેડમીની ટીમે 36 રનથી આ મેચ જીતી લીધી. ક્રિકેટમાં આંકડાના જાણકાર મોહનદાસ મેનને આ જાણકારી પોતાના ટ્વિટર પર શેર કરી છે.
નવી દિલ્હીઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં રમવામાં આગેલ ઘરેલી ટી20 મેચની એક ઇનિગંમાં 15 વર્ષના આકાશ ચૌધરીએ 10 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી છે. જયપુરમાં રમાઈ રહેલ સ્વર્ગીય ભંવર સિંહ ટૂર્નામેન્ટમાં ડાબોડી ફાસ્ટ બોલર આકાશે એવો ચમત્કાર કર્યો જે આજ સુધી વિશ્વભરના ક્રિકેટમાં નથી થઈ શક્યો. અત્યાર સુધી આવું કારનામું અનીલ કુંબલેએ 4થી 7 ફેબ્રુઆરી 1999ના રોજ રમાયેલ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન વિરૂદ્ધ કર્યું હતું.