World Athletics Championships:  ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવેલિન થ્રો પ્લેયર નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. તેણે યુએસએના યુજેનમાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર દૂર  ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. રોહિત યાદવ ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો અને તે 10માં નંબર પર રહ્યો હતો.


શું કહ્યું નીરજ ચોપડાએ


નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, પરિસ્થિતિ સારી ન હતી અને પવનની ઝડપ પણ ખૂબ જ વધારે હતી, પણ મને વિશ્વાસ હતો કે હું સારો દેખાવ કરીશ. હું પરિણામથી સંતુષ્ટ છું, મને ખુશી છે કે હું મારા દેશ માટે મેડલ જીતવામાં સફળ રહ્યો.


સ્પર્ધા અઘરી હતી, સ્પર્ધકો સારી એવરેજથી ફેંકતા હતા, તે પડકારજનક બની ગયું હતું. હું આજે ઘણું શીખ્યો. ગોલ્ડ મેડલ જીતવાની ભૂખ ચાલુ રહેશે. પરંતુ મારે માનવું પડશે કે આપણે દર વખતે ગોલ્ડ મેળવી શકતા નથી. મારાથી જે થઈ શકે તે હું કરીશ, મારી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. એન્ડરસને 90 મીટરને પાર કરવા માટે ભારે પ્રયત્નો કર્યા હશે. તે આ વર્ષે વર્લ્ડ લીડ છે, ખૂબ જ સારા થ્રો ફેંકે છે, કેટલાક 90 મીટરથી ઉપર. મને ખુશી છે કે તેણે આટલી મહેનત કરી છે. આ મારા માટે પણ સારું છે, મારી પાસે સારી સ્પર્ધા છે:






પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, આપણા એથલેટનું શાનદાર પ્રદર્શન. ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપડાને અભિનંદન. ભારતીય સ્પોર્ટ્સ માટે ગૌરવની ક્ષણ. આગામી સ્પર્ધાઓ માટે નીરજને શુભેચ્છા.