Saina Nehwal India World Badminton Championship 2022: સાયના નેહવાલે મંગળવારે BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના અભિયાનની શરૂઆત તેના પ્રતિસ્પર્ધીને પ્રથમ રાઉન્ડમાં હરાવીને કરી હતી. ત્યારબાદ સાયનાને જાપાનની છઠ્ઠી ક્રમાંકિત નાઝોમી ઓકુહારા પાસેથી વોકઓવર મળ્યો હતો. નાઝોમી ઈજાને કારણે બહાર થઈ ગઈ હતી. આ કારણ સાયના નેહવાલ મહિલા સિંગલ્સમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
જકાર્તામાં 2015ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને ગ્લાસગોમાં 2017માં બ્રોન્ઝ જીતનારી 32 વર્ષની સાયનાએ મંગળવારે હોંગકોંગની ચેયુંગ એનગાન યીને 38 મિનિટમાં 21-19, 21-9થી હરાવી હતી. મહિલા ડબલ્સમાં ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ પણ મલેશિયાની લો યેન યુઆન અને વેલેરી સિઓની જોડીને 37 મિનિટમાં 21-11, 21-13થી પરાજય આપ્યો હતો.
અશ્વિની ભટ અને શિખા ગૌતમની અન્ય મહિલા ડબલ્સની જોડીએ પણ માર્ટિના કોર્સિની અને જુડિથ માયરની ઇટાલિયન જોડીને 21-8, 21-14થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જો કે, મિક્સ ડબલ્સમાં ઇશાન ભટનાગર અને તનિષા ક્રાસ્ટોની જોડીને 14મી ક્રમાંકિત સુપાક જોમકોહ અને થાઇલેન્ડની સુપિસારા પવસમપ્રાન સામે 14-21, 17-21થી હાર મળી હતી.
મેન્સ ડબલ્સમાં, કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલાની ભારતીય જોડી ફેબિયન ડેલેરો અને વિલિયમ વિલેજરની ફ્રેન્ચ જોડી સામે 14-21, 18-21થી હારી ગઈ હતી.
નોંધનીય છે કે, કિદામ્બી શ્રીકાંત બુધવારે મેન્સ સિંગલ્સની મેચમાં ચીનના શટલર જેપી ઝાઓ સામે ટકરાશે. જ્યારે લક્ષ્ય સેન સ્પેનિશ બેડમિન્ટન ખેલાડી અલ પેનાલ્વર સામે મેદાનમાં ઉતરશે. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સિક્કી રેડ્ડી ચીનની ખેલાડીઓ સામે ટકરાશે.
આ પણ વાંચોઃ
Asia Cup 2022: જ્યારે પ્રથમ વખત એશિયા કપમાં પાક.ને હરાવી ચેમ્પિયન બન્યું ભારત, આ ખેલાડી હતા મેચના હિરો
IND vs ZIM: પ્રેસ કોન્ફરન્સમાં શુભમનની જર્સી લઈને પહોંચ્યો ઝિમ્બાબ્વેનો બોલર, આપ્યું પ્રસંશનીય નિવેદન
Gujarat Election : કેજરીવાલનો ધડાકોઃ બહુ જલદી CR પાટીલને હટાવાશે
Gujarat Election 2022 : હવે AAPએ કયા બે સરકારી વિભાગોને લઈ કરી મોટી જાહેરાત?
Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ
BWF World Championships: સાઇના નેહવાલની વિજયી શરૂઆત, હોંગકોંગની ખેલાડીને હરાવી