વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયશીપ: સિંધુ-સાઈના સેમી ફાઈનલમાં, શ્રીકાંત બહાર

હવે સેમીફાઈનલમાં સાઈના નહેવાલનો મુકાબલો જાપાનની ઓકુહારા નોજોમી સાથે થશે. જ્યારે પીવી સિંધુ ફાઈનલમાં પહોંચવા માટે ચીનની યુફી ચેન સાથે મુકાબલો કરશે. આ બન્ને મુકબલા શનિવારે રમાશે જ્યારે ટૂર્નામેંટની ફાઇનલ રવિવારે રમાશે.
તો બીજી બાજુ ભારતના કિદાંબી શ્રીકાંત ચેમ્પિયનશિપથી બાહર થઈ ગયા છે. શુક્રવારે ક્વાર્ટર ફાઈનલમાં વિશ્વ નંબર 1 દક્ષિણ કોરિયાના સોન વાન સામે હારને સામનો કરવો પડ્યો હતો. સોન વાને શ્રીકાંતને 21-14, 21-18થી માત આપી હતી.
નવી દિલ્લી: ભારતની સ્ટારર શટલર પીવી સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયશીપ સેમી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં ચીનની સુન યૂનને 21-14, 21-9થી હરાવી હતી, સિંધુની જીતના થોડાક જ કલાકો બાદ સાઈના નહેવાલે પણ સેમી ફાઇનલમાં તેમનું સ્થાન પાક્કું કરી લીધું છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં સ્કૉટલેંડની ક્રિસ્ટી ગિલમોરને 21-19, 18-21, 21-15થી હરાવી હતી. આ મુકાબલો 74 મિનિટ ચાલ્યો હતો.