નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019 માટે બુધવારે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ રવાના થશે. વર્લ્ડકપ જીતવા ભારતને મજબૂત દાવેદારો પૈકીનું એક માનવામાં આવે છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ પણ વર્લ્ડકપ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. 38 વર્ષીય ધોનીનો આ અંતિમ ક્રિકેટ વર્લ્ડકપ હોઇ શકે છે. આ દરમિયાન ધોનીએ તેનો સીક્રેટ પ્લાન શેર કર્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તઇ રહ્યો છે. જેમાં તે તેના શોખ અંગે વાત કરતો નજરે પડે છે. આ વીડિયોમાં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ શું કરશે તેના પરથી પડદો ઉઠાવ્યો છે. વીડિયોમાં ખુદ ધોની પેન્ટિંગની વાત કરતો જોવા મળે છે. તેણે જણાવે છે મને બાળપણની જ પેન્ટિંગ બનાવવાનો શોખ રહ્યો છે. ધોની વીડિયોમાં જણાવે છે કે, હું તમને મારું એક ખાસ સિક્રેટ જણાવા ઈજઈ રહ્યો છું. મને બાળપણથી જ પેન્ટિંગનો શોખ રહ્યો છે. આજે હું તમને મારા કેટલાક પેન્ટિંગ બતાવીશ. આશા રાખું છું કે તમને બધાને મારા પેન્ટિંગ પસંદ આવશે. હું ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મારો આ શોખ પૂરો કરીશ અને આ માટે સમય આપીશ.