બાંગ્લાદેશ વિરુદ્ધ જોફ્રા આર્ચરે જબરજસ્ત બોલિંગ કરતા 8.5 ઓવરમાં બે મેડન સાથે 29 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન આર્ચરની બોલિંગ પર એક એવી ઘટના બની કે જેને જોઈને આઈસીસીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ચોથી ઓવરના બીજા બોલ પર જોફ્રા આર્ચરે 153 કિમી પ્રતિ કલાકને ઝડપે બોલ નાખ્યો જેના પર બાંગ્લાદેશના બેટ્સમેન સૌમ્ય સરકાર બોલ્ડ થયો હતો. એટલું જ નહીં બોલની રફ્તાર એટલી ઝડપી હતી કે તે સ્ટંપને અડીને વિકેટકીપરની ઉપરથી સીધો બાઉન્ડ્રી બહાર છગ્ગો ગયો હતો.
મેચમાં ઇગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 386 રન ફટકાર્યા હતા. 387 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 48.5 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.