સેમી ફાઈનલ મેચમાં ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પૂછવામાં આવેલ સવાલ પર શાસ્ત્રીએ કહ્યું, “આ ટીમનો નિર્ણય હતો. આ ખૂબજ સરળ નિર્ણય હતો અને બધાની સહમતીથી હતો. તમે ઈચ્છતા હાત કે ધોની ઝડપતી બેટિંગ કરવા આવે અને આઉટ થઈ જાય. તેનાતી ટાર્ગેટ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાત. અમને તેના અનુભવની બાદમાં જરૂરત હતી. ધોની સૌથી શાનદાર ફિનિશર છે અને તેનો ઉપયોગ એ રીતે ન કરવો એ મોટી ભૂલ હોત. આ વાતને લઈને સમગ્ર ટીમ સ્પષ્ટ હતી.”
રવિ શાસ્ત્રીએ ધોનીના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું, “તે શાનદાર હાત. તેમનું માનસિક સંતુલ પણ લાજવાબ હતું. એક વાત તમને જણાવી દઉ. જો તે રન આઉટ ન થયા હોત તો તેના દિમાગમાં પૂરું ગણિત ચાલી રહ્યું હતું. તેના દિમાગમાં નક્કી હતું કે જેમ્શ નીશામની અંતિમ ઓવર માટે કેટલા રન રાખવા છે. તે કંઈપણ કરીને મેચ જીતવા માગતા હતા, જ્યારે તે પરત ડ્રેસિંગ રૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેના ચેહરા પર જોવા મળી રહ્યું હતું.”