બર્મિગહામઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામેની મેચમાં ઇગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.  ઓલરાઉન્ડર વિજય શંકરને ડ્રોપ કરવામાં આવ્યો છે જ્યારે તેમના સ્થાને યુવા બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેમિફાઇનલમાં  પહોંચવા માટે ઇગ્લેન્ડ માટે આજની મેચ કરો યા મરો સમાન છે. જો ઇગ્લેન્ડ ભારત સામે હારી જાય તો વર્લ્ડકપમાંથી ફેકાઇ જશે અને જો ઇગ્લેન્ડ જીતી જાય તો પાકિસ્તાન વર્લ્ડકપમાંથી ફેંકાઇ જશે. જોકે, ભારતનો પ્રયાસ રહેશે આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

જોકે,ટીમ ઇન્ડિયા પાસે શાનદાર બોલરો છે પરંતુ ટીમ ઇન્ડિયા માટે મધ્યમક્રમ ચિંતાનો વિષય છે. ટીમ વિરાટ  કોહલી અને રોહિત શર્મા પર વધુ મદાર રાખે છે. વિજય શંકર, કેદાર જાધવ, ધોનીની બેટિંગ ચિંતાનો વિષય છે.