નૉટિંઘમઃ ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે નોટિંઘના ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં રમાનાર મેચ વરસાદના કારણે રદ કરાઈ છે. સવારથીજ સતત વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહતો. અમ્પાયરોએ અનેક વખત મેદાનનું નિરક્ષણ કર્યા બાદ સાંજે 7.30 વાગ્યે અંતિમ નિરીક્ષણ બાદ તેઓએ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યા છે.



વરસાદના કારણે ટીમ ઈન્ડિયા જીતની હેટ્રિક પણ લગાવી શકી નથી. હવે ભારતે જીતની હેટ્રિક લગાવવા માટે 16 જૂને પાકિસ્તાને હરાવવું પડશે. જ્યારે ન્યૂઝિલેન્ડને પણ પોતાનો વિજય ક્રમ જાળવી રાખવા માટે આગામી મુકાબલામાં મજબૂતીથી મેદાનમાં ઉતરવું પડશે. ક્રિકેટના આ મહાકુંભમાં અત્યાર સુધી 18માંથી 4 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ છે.


છેલ્લા ત્રણ વર્લ્ડકપમાં 2007, 2011 અને 2015 બન્ને ટીમોની ટક્કર થઇ શકી નથી. ત્યારે આજની મેચ પણ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતની હવે પછીની મેચ 16 જૂને ચીર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે રમાનારી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની આગામી મેચ 19 જૂને દક્ષિણ આફ્રિકા સામે છે.



વર્લ્ડકપ 2019ની વાત કરીએ તો.... ન્યૂઝીલેન્ડે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂકી છે. આજની મેચ જીતીને ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરશે.

બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અત્યાર સુધી 7 મેર રમાઇ છે. જેમાં કિવી ટીમે ચાર વાર અને ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચ જીતી છે.



ઓવરઓલ વનડે મેચોની વાત કરીએ તો બન્ને ટીમો એકબીજા સામે 105 વાર ટકરાઇ છે, જેમાં ટીમ ઇન્ડિયાનું પલડુ ભારે રહ્યું છે. ભારતે 55 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડે 45 મેચ જીતેલી છે. જોકે હાલ બન્ને ટીમો જબરદસ્ત ફોર્મમાં છે.