ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તાએ કર્યો ખુલાસો, વર્લ્ડકપની ટીમમાં આ 3 ખેલાડી પણ થઈ શકે છે સામેલ
પ્રસાદે કહ્યું કે, ઓલરાઉન્ડર વિજય શંકરે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ત્રણ નંબર પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમમાં તેની ઉપયોગીતા સાબિત કરી છે. હવે અમારે જોવું પડશે કે તે ટીમમાં કઈ રીતે ફિટ બેસે છે. રહાણેને લઈ તેમણે કહ્યું કે, ઘરેલુ ક્રિકેટમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. તે પણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ટીમમાં સામેલ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ચાલુ વર્ષે 30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ 2019ને લઈ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રિષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ભારતીય ટીમનો હિસ્સો હોઈ શકે છે.
પ્રસાદે કહ્યું કે, નિશ્ચિત રીતે પંત રેસમાં છે. તેણે છેલ્લા એક વર્ષમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં સારો દેખાવ કર્યો છે. અમને લાગ્યું કે તેને પરિપક્વ થવાની જરૂર છે. તેથી અમે ઈન્ડિયા-એની દરેક શક્ય સીરિઝમાં તેને સામેલ કર્યો. 2018માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 3 વન ડે જ રમી છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ અને ઈન્ડિયા એ તરફથી કરેલા પ્રદર્શનની પસંદગીકર્તાએ પણ પ્રશંસા કરી હતી. પંતને ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -