ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. વર્લ્ડકપ 2019ની વિજેતા ટીમને આ રકમમાંથી 4 મિલિયન ડોલર એટલે કે આશરે 28 કરોડ રૂપિયા મળશે. તો ટાઇટલની રનર્સ-અપ ટીમ પર પણ રૂપિયાનો વરસાદ થશે. આઈસીસી પ્રમાણે વર્લ્ડકપ 2019ના ફાઇનલમાં હારનારી ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય સેમિફાઇનલમાં હારનારી બે ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ક્રિકેટ વર્લ્ડકપ ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમ દાવ પર છે. આ વર્લ્ડકપમાં 45 લીગ મેચ રમાઇ ચુકી છે અને 3 નોકઆઉટ મેચ બાકી છે. આ દરમિયાન 6 ટીમ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે.