નોંધનીય છે કે જર્સીના ભગવા રંગને લઈને રાજકીય પાર્ટી કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. ભગવા રંગનો ઉપયોગ કરવા પર કહ્યું હતું કે બીસીસીઆઈએ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે આમ કર્યું છે. જો કે ભાજપ તરફથી આ આરોપોને નકારી દીધાં હતા. આ મામલે આઈસીસીએ કહ્યું હતું કે જર્સીનો કલર તેમના તરફથી કરવામાં આવ્યો હતો અને બીસીસીઆઈને મોકલવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે વર્લ્ડકપ 2019માં યજમાની કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પણ વાદળી રંગની ટી-શર્ટ પહેરીને રમી રહી છે અને તેને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની અનુમતિ હોય છે. આઈસીસીના નિયમો અનુસાર, કોઈ પણ એવી મેચ કે જેનું પ્રસારણ ટીવી પર થાય છે. તેમાં બન્ને ટીમો એકજ રંગની જર્સી પહેરીને મેદાનમાં રમી શકે નહી. નિયમો પ્રમાણે જે પણ દેશ યજમાની કરે છે તેને આ મામલે છૂટ મળે છે.
World Cup: આ ભારતીય ખેલાડી પર ભડક્યા ફેન્સ, કહ્યું- આનાથી સારું તો લાલુ યાદવ રમે છે
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોનીના સમર્થનમાં આવ્યો સૌરવ ગાંગુલી, જાણો શું કહ્યું ?
મેચ બાદ કોહલીએ ધોનીને લઈને કરી આ મહત્ત્વની વાત, કહ્યું- તે ફોર્મમાં ન હોય ત્યારે....