નવી દિલ્હીઃ ક્રિકેટમાં યો યો ટેસ્ટ જેવા પેરામીટરે ખેલાડીઓને વધારે ફિટ બનાવ્યા છે. ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા વર્લ્ડકપમાં ફિલ્ડરોની ભૂમિકા વધારે મહત્વની છે. હાલ વન ડેમાં 300થી વધુનો સ્કોર સામાન્ય બની ગયો છે ત્યારે વર્લ્ડકપમાં આ ફિલ્ડરો પર તમામની નજર રહેશે.




હાર્દિક પંડ્યાઃ તાજેતરમાં સમાપ્ત થયેલી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં તેનો જલવો બતાવ્યો છે. ડાઇવ લગાવીને મુશ્કેલ કેચને સરળ બનાવનારો પંડ્યા હંમેશા બેટ્સમેનો પર દબાણ બનાવે છે, તે જ્યાં ફિલ્ડિંગ કરતો હોય ત્યાં ખેલાડીઓ માટે રન દોડવા સરળ નથી હોતા.



ડેવિડ વોર્નરઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા  આઈપીએલમાં પોતાની ફિટનેસ સાબિત કરી ચુકેલા ડેવિડ વોર્નરની ગણના હાલ વર્લ્ડના સારા ફિલ્ડરમાં થાય છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં મેક્સવેલ, ફિન્ચ જેવા ફિલ્ડર હોવા છતાં તેની પાસેથી આઈપીએલ જેવી ફિલ્ડિંગની અપેક્ષા રાખવામાં આવે છે.



બેન સ્ટોક્સઃ છેલ્લા થોડા સમયથી બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડની ટીમનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બનીને સામે આવ્યો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો હાલ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ઈંગ્લેન્ડે પ્રથમ વખત વિશ્વકપ જીતવો હશે તો સ્ટોક્સની ફિલ્ડિંગ ઘણી મહત્વપૂર્ણ રહેશે.



ફાફ ડુપ્લેસિસઃ દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ડુપ્લેસિસ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સારી ફિલ્ડિંગ કરી ચુક્યો છે. સીએસકેના કેપ્ટન ધોનીને ડુપ્લેસિસની ફિલ્ડિંગ પર વિશ્વાસ હતો. તેથી તે હંમેશા બાઉન્ડ્રી પાસે જ ઉભો રહેતો હતો. જોકે વર્લ્ડકપમાં ડુપ્લેસિસની ભૂમિકા અલગ રહેશે અને મોટાભાગે બેટ્સમેનોની નજીક પર ઉભો રહેશે.



આંદ્રે રસેલઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેનો પૈકીનો એક આંદ્રે રસેલ આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ફિલ્ડિંગ અને બેટિંગમાં જલવો દેખાડી ચુક્યો છે. 2016ના ટી20 વર્લ્ડકપમાં તેણે શાનદાર થ્રો દ્વારા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાને રન આઉટ કર્યો હતો.