નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ની તૈયારીઓને લઈને આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમ ઇન્ડિયાની પોલ ખુલી ગઈ છે. શનિવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલ વોર્મઅપ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ટીમ ઇન્ડિયાનું ટોપ ઓર્ડર પણ ફોર્મમાં ન હતું. એવામાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ઇંગ્લેન્ડમાં વાદળો છવાયેલ રહેવા પર ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહી શકે છે. એવામાં નિચેના ક્રમના બેટ્સમેનોએ વર્લ્ડ઼ કપમાં તૈયાર રહેવું પડશે.



કોહલીએ હાર બાદ માન્યું કે તેની ટીમ પોતાની રણનીતિને લાગુ ન કરી શકી. તેણે કહ્યું કે, અમે યોજના મુજબ ન રમી શક્યા. ઈંગ્લેન્ડમાં જ્યારે કેટલાક મેદાનમાં વાદળછાયું વાતાવરણ હોય તો તમે આ પ્રકારની આશા કરી શકો છો. 50 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ 180 રન કરવા સારો પ્રયાસ છે. વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં ક્યારેક-ક્યારેક ટોપ ઓર્ડર ફેલ થઈ શકે છે તેથી હાર્દિકે રન કર્યા. મહેન્દ્ર સિંહ ધોનીએ દબાણ ઓછું કર્યું અને જાડેજાથી અડધી સદી કરવી કંઈક સકારાત્મક બાબતો હતી.



ભારતની બોલિંગ વિશે કોહલીએ કહ્યું કે, અમે સારી બોલિંગ કરી. તેઓ ચાર-સાડા ચાર પ્રતિ ઓવરથી રન કરી રહ્યા હતા અને તેને જોઈએ તો અમે સારું પ્રદર્શન કર્યું. ફિલ્ડર્સે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. અમે તમામ ત્રણેય વિભાગોમાં પ્રદર્શન સુધારવું પડશે.