કેટરીના કૈફે જાહેરમાં જ સલમાન સામે લગ્નની પ્રપોઝલ મુકી દીધી છે ત્યારે હવે સલમાન ખાન તેનો શું જવાબ આપે છે તે તો આપને ઇદનાં દિવસે જ ખબર પડશે.
આપને થશે કે આવું કેવી રીતે.. તો આપને જણાવી દઇએ કે કેટરિના કૈફે ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનને પ્રપોઝ કર્યું છે. આ પ્રપોઝલની વીડિયો ક્લિપ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે. આ ક્લિપમાં કેટરિના કૈફ સલમાનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. બસ સલમાન ભાઇનાં ફેન્સને બીજું શું જોઇએ.. વીડિયો ઇન્ટરનેટ પર એ રીતે વાયરલ થયો છે કે ભાઇજાનના લગ્નની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
આ વીડિયોમાં સલમાન ખાનને પ્રપોઝ કરતાં કેટરિના કહે છે કે, 'લગ્નની ઊંમર થઇ ગઇ છે મારી, તુ મને સારો પણ લાગે છે, બોલ લગ્ન ક્યારે કરવા છે? બસ કેટરિનાની વાત સાંભળીને સલમાન ઉધરસ ખાવા લાગે છે.' આ ફિલ્મનો ડાયલોગ પ્રોમો છે. જે હાલમાં ચારેય તરફ છવાઇ ગયો છે.