નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાનો અંતિમ વર્લ્ડકપ રમી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપ દરમિયાન ધોની અલગ અલગ લોગોવાળી બેટનો ઉપયોગ કરી રહ્યો છે. ધોની મેચ દરમિયાન BAS, SS અને SGના લોગોવાળી બેટનો ઉપયોગ કરી રહ્યો છે. જો કે હવે તેના પાછળનું આ ખાસ કારણ સામે આવ્યું છે.



ધોનીના મેનેજર અરુણ પાંડેએ જણાવ્યું કે “ધોની અલગ અલગ સ્પોન્સરવાળા બેટનો ઉપયોગ કરીને તેઓનો આભાર વ્યક્ત કરી રહ્યો છે જેમણે તેમના કેરિયર માટે મદદ કરી હતી.” ધોનીના મેનેજરે કહ્યું “ધોની વિશાળ હ્રદયવાળા વ્યક્તિ છે.” BAS એ ધોનીના કેરિયરના શરૂઆતના દિવસોમાં તેને સ્પોન્સર કર્યું હતું.



આ સિવાય અરૂણે જણાવ્યું કે ધોની કોઈ પણ બેટના સ્પોન્સર પાસેથી કોઈ જ ચાર્જ લીધા વિના તેનો ઉપયોગ કરી રહ્યો નથી.



અરૂણે જણાવ્યું કે “હાં ધોની હાલમાં અલગ અલગ બેટનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ તે હાલમાં તેના માટે કોઈની પાસેથી ચાર્જ લેતો નથી. ધોની એ તમામ લોકોનો આભાર માનવા માંગે છે જેમણે તેમની મદદ કરી છે. BAS શરૂઆતથી જ ધોની સાથે રહ્યું અને SG પણ તેની મદદ કરી છે.”


ઉલ્લેખનીય છે કે આ પહેલા ધોની એક મેચ માટે પોતાના બેટ સ્પોન્સર પાસેથી 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ લેતાં હતા. પરંતુ હાલમાં ઓસ્ટ્રેલિયન બેસ્ડ કંપની સાથે વિવાદના કારણે ધોની પાસે બેટનો કોઈ સ્પોન્સર નથી.
આ દિગ્ગજે ધોનીને આપી સલાહ, કહ્યું- હજુ પણ તમારે બે-ત્રણ વર્ષ ક્રિકેટ રમવી જોઇએ

અફઘાનિસ્તાનના આ યુવા ખેલાડીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, જાણો વિગતે

CWC19: કેપ્ટન વિરાટ કોહલી પર લાગી શકે છે બે મેચનો પ્રતિબંધ, જાણો કેમ