'વેલેન્ટાઇન ડે'ના દિવસે જ વૈભવી જીવન છોડી કરોડપતિ પરિવારની 8 યુવતીઓ ગ્રહણ કરશે દીક્ષા
સુરતઃ દીક્ષાનગરી તરીકે મનાતા સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ કરોડપતિ પરિવારની 8 યુવતીઓ દીક્ષા લઈને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. એક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મળશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દીક્ષા લેનારી યુવતીઓ પૈકી રાજસ્થાનના ઘાસચારાના વેપારીની દીકરી પૂજા છાજેડ 22 વર્ષની છે અને તે કહે છે કે ‘પહેલા મને ઘણાબધા સાંસારીક મોહની લાલસા હતી. પરંતુ જોકે અમારા માતાપિતા પહેલાથી જ અમને મોક્ષ અને ત્યાગ લઈ દીક્ષાના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહન આપતા હતા. જોકે મારો ભાઈ સંસારના મોહને ત્યાગી શક્યો નહીં પણ બે વર્ષ પહેલા જ્યારે મારા દાદાનું મૃત્યુ થયું ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. મને સંસારના મોજશોખ મિથ્યા લાગવા લાગ્યા છે.’
દીક્ષા લેનાર અન્ય યુવતીઓ પૈકી પાલનપુરની સ્નેહી કોઠારી માત્ર 18 વર્ષની છે. આ ઉપરાંત દીક્ષા લેનારી યુવતીઓમાં સુરતની જ રાષ્ટ્રીય કક્ષાની જીમનાસ્ટિક ખેલાડી પુજા શાહ પણ સામેલ છે. તેણે કહ્યું કે, ‘સાધ્વી બનવા માટે મે એમ.કોમનો અભ્યાસ છોડી દીધો છે. આગામી ફેબ્રુઆરી 14એ તેનો બર્થ ડે પણ છે.’
આ ત્રણ યુવતી ઉપરાંત બીજી યુવતીઓ જે સંસારની મોહમાયા ત્યાગી મોક્ષના માર્ગે જવા દીક્ષા લઈ સાધ્વી બનશે. તેમાં સુરતની ધ્રુવી કોઠારી (24), બારડોલીની સ્વિટી સંઘવી (23), મુંબઈની મહેક કમલેશભાઈ (14), તુમકુર કર્ણાટકની ખુશી એચ. વિશાલ (18) અને ભાવનગર નજીકના વેરળ ગામની મિંજલ શાહ (27) છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -