Telugu Actress Rekha Boj On World Cup 2023: ચાહકો વન-ડે વર્લ્ડ કપ 2023 વિશે ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને-સામને થશે. આવી સ્થિતિમાં તમામની નજર વનડે ફાઇનલ મેચ પર ટકેલી છે. આ માટે માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ અને સાઉથ સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન હવે સાઉથની પ્રખ્યાત અભિનેત્રીએ ભારતની જીત પર મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઇને બીચ પર દોડશે. સાઉથની આ એક્ટ્રેસનું નામ Rekha Boj છે.






સાઉથની લોકપ્રિય અભિનેત્રી Rekha Boj વર્લ્ડ કપ 2023ને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ શેર કરવાની સાથે તેણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ 2023 જીતશે તો તે વિઝાગ બીચ પર કપડા વિના દોડશે. રેખાએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું હતું કે, 'જો ભારત વર્લ્ડ કપ જીતશે તો હું વિઝાગ બીચ પર સ્ટ્રીક કરીશ. ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા.


નોંધનીય છે કે સ્ટ્રેકિંગ એક એવી પ્રથા છે જે સામાન્ય રીતે વિદેશોમાં જોવા મળે છે. આ અંતર્ગત જો કોઈ રમતમાં મોટી જીત થાય છે તો ઉજવણી કરવા માટે કપડા વિના દોડ લગાવવામાં આવે છે.


તેલુગુ અભિનેત્રી Rekha Boj ની પોસ્ટ પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, 'તો પછી તૈયાર થઈ જાવ. ભારત ચોક્કસપણે જીતશે.' ઘણા યુઝર્સે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની વાત કરી તો અન્ય યુઝર્સે લખ્યું કે તમે આ બધું ધ્યાન આકર્ષિત કરવા માટે કરી રહ્યા છો. તમે ટીમ ઈન્ડિયાના નામ પર બકવાસ વાતો કરી રહ્યા છો. ’


જો કે સાઉથની અભિનેત્રી રેખા બોજની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે. તેણીએ 'મંગલયમ', અને 'કલય તસ્મૈ નમઃ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. એક્ટિંગની સાથે તે તેના બોલ્ડ અદાઓ માટે પણ જાણીતી છે.