કાઠમંડુઃ નેપાળની ક્રિકેટ ટીમ હાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આઈપીએલમાં સંદીપ લામિછાનેએ ધમાલ મચાવ્યા બાદ નેપાળના કેપ્ટન પારસ ખડકાનું નામ ચર્ચામાં છે. નેપાળના કેપ્ટને સિંગાપોર સામે રમાયેલી ટી20 મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે નેપાળ તરફથી ટી20 ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો  ઉપરાંત ટી20 ઈન્ટરનેશનલમાં રન ચેઝ કરતી વખતે સદી લગાવનારો ક્રિકેટ વિશ્વનો પ્રથમ કેપ્ટન પણ બન્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ આ સિદિધિ મેળવી શક્યો નથી.


પારસ ખડકાએ માત્ર 49 બોલમાં જ સદી પૂરી કરી હતી. જે એશિયન કેપ્ટન દ્વારા ચોથી સદી ઝડપી સદી છે. તેણે 52 બોલમાં 106 રન ફટકાર્યા હતા. નેપાળે 152 રનનો લક્ષ્યાંક 1 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. પારસે તેની ઈનિંગમાં નવ સિક્સર ફટકારી હતી. આ પહેલા રન ચેઝ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નેધરલેન્ડના કેપ્ટન પીટર સીલરના નામે હતો. તેણે સ્કોટલેન્ડ સામે અણનમ 96 રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 90 રન સાથે આ પછીના લિસ્ટમાં આવે છે. જે બાદ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલનો નંબર આવે છે. તેણે ઓસ્ટ્રિલાય સામે 88 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાના કપ્ટન વિરાટ કોહલીએ 2017માં શ્રીલંકા સામે રન ચેઝ કરતી વખતે 82 રન બનાવ્યા હતા.


પારસ ખડકાએ ટી20માં સૌથી ઓછા રનનો પીછો કરતી વખતે કોઈ બેટ્સમેને સદી ફટકારી હોય તેનો પણ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાના મેકસવેલે 2018માં 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 103 રન બનાવ્યા હતા.


અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ

UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ