ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ જીતનારા બજરંગ પૂનિયા (Bajrang Punia) આગામી કુશ્તી વિશ્વ ચેમ્પિયનશિપ (World Wrestling Championship)માં ભાગ નહી લઈ શકે. ટોક્યો ઓલિમ્પિક પહેલા ઘુટણાં ઈજાના કારણે સારવાર માટે બજરંગને છ સપ્તાહ રિહેબિલિટેશનની સલાહ આપવામાં આવી છે. વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન નોર્વે (Norway)ના ઓસ્લો (Oslo) માં 2થી 10 ઓક્ટોબર સુધી કરવામાં આવશે અને રિહેબિલિટેશન કાર્યક્રમ પૂર્ણ થવા સુધી બજરંગ ટ્રેનિંગ શરુ નહી કરી શકે.
ઓલિમ્પિક પહેલા જૂનમાં રશિયામાં થયેલી ઈજાની ગંભીરતા જાણવા હાલમાં બજરંગે એમઆરઆઈ કરાવ્યું હતું અને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રમત મેડિસિન કેંદ્રના પ્રમુખ ડૉ દિનશૉ પરદીવાલાની સલાહ લીધી હતી. બજરંગે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ‘‘લિગામેન્ટમાં ઈજા છે અને ડૉ દિનશૉએ મને છ સપ્તાહ સુધી રિહેબિલિટેશન કાર્યક્રમમાંથી પસાર થવાનું કહ્યું છે. હું વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ નહી લઈ શકું.’’
ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો ટેસ્ટ મેચમાંથી બહાર
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. માર્ક વડ એના જમણા ખભામાં ઈજા થતા તે આગામી મેચ રમી શકે એમ નથી. ટીમ ઈંગ્લેન્ડ સીરીઝની શરૂઆતથી જ કેટલીક પરેશાનીઓનો સામનો કરી રહી છે. એવામાં ફાસ્ટ બોલર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જતા ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે બોલિંગ સાઈડ તરફથી મુશ્કેલીઓ વધી ગઈ છે. જે ભારત માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે.
વુડ ઈંગ્લેન્ડની આ ટીમમાં યથાવત રહેશે. રીહેબલીટેશનમાંથી પસાર થશે. ટેસ્ટ મેચ પૂરી થયા બાદ તેમની તપાસ થશે. ચેકઅપ કરવામાં આવશે. ત્યાર બાદ એના પર કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. વુડે લોર્ડ્સના મેદાન પર પાંચ મહત્ત્વની વિકેટ ખેરવી હતી. ભારત સામેની મેચમાં લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ભારતીય ટીમની ઈંનિગ્સમાં 74મી ઓવર પર બાઉન્ડ્રી પર રીષભ પંતનો શોટ રોકવાનો પ્રયાસ કરતા એના જમણા ખભામાં ઈજા થઈ હતી. ત્યાં રહેલી ફિઝિયો ટીમે એની તપાસ કરી હતી. એ પછી ચોથા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. પાંચમાં દિવસે તેણે ભારતીય લોઅર ઓર્ડરમાં ફાસ્ટ બોલિંગ કરી હતી.
ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ કેટલાક મહત્ત્વના ખેલાડીઓ વગર મેદાન પર રમી રહી છે. બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ, બ્રોડ અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ ભારત સામેની આ ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યા. ત્રીજી ટેસ્ટ મેચ માટે સાકિબ મહમૂદની પસંદગી કરવામાં આવી છે. ટેસ્ટ સીરીઝનો ત્રીજો મેચ તા.25 ઓગસ્ટના રોજ રમાશે.