લંડનઃ આઈસીસી વર્લ્ડ કપમાં ભારત સામેની મહત્વપૂર્ણ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડ માટે આ મેચ કરો યા મરો સમાન મેચ છે. જ્યારે ટીમ ઈન્ડિયા આ મેચને જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી જશે.


શનિવારે  ઇગ્લેન્ડના એક બોલરે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી હતી. આ બોલરે કહ્યું હતું કે આવતીકાલની મેચમાં હું કોહલીને આઉટ કરીશ. આ બોલર અન્ય કોઇ નહી પરંતુ ઈંગ્લેન્ડનો ઓફ સ્પિનર મોઇન અલી છે.  ઇંગ્લેન્ડની ટીમમાં મોઈન અલીના સ્થાને પ્લુન્કેટનો સમાવેશ

મોઇન અલીના મતે વિરાટ કોહલીની વિકેટ કોઇ પણ બોલર માટે મહત્વની હોય છે. મોઇન અલીએ ક્રિકેટના તમામ ફોર્મેટ  કોહલીને છ વખત આઉટ કર્યો છે. અનેક વખતે તે કોહલીને મુશ્કેલીમાં નાખવામાં સફળ રહ્યો છે.આ મેચ બંન્ને ટીમો માટે મહત્વની છે. એક તરફ ઇગ્લેન્ડની ટીમ બે જીત સાથે સેમિફાઇનલમાં પહોંચવા માંગે છે તો ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન  બનાવવા માંગે છે.

ગાર્જિયનમાં પોતાના બ્લોગમાં મોઇને લખ્યું કે, વિરાટ જાણે છે કે તેમનું કામ ભારત માટે  રન બનાવવાનું છે અને મારુ કામ તેને આઉટ કરવાનું. વિરાટ જેવા ખેલાડીની વિકેટ લેવી એક મોટી સફળતા સમાન છે. ટીમ ઇન્ડિયા સતત જીત સાથે પ્રશંસા મેળવી રહી છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપની છ મેચમાંથી પાંચ મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી.