ઓસ્ટ્રેલિયાનો કોચ બનતાં જ આ દિગ્ગજ ખેલાડીએ કર્યો હુંકાર, કહ્યું- વિશ્વકપમાં અમને હરાવવા લોઢાના ચણા ચાવવા પડશે
સહાયક કોચ બનાવ્યા બાદ રિકી પોન્ટિંગે કહ્યું કે, હું ચાલુ વર્ષે વિશ્વકપ માટે કોચિંગ ગ્રુપમાં સામેલ થવાને લઈ ઉત્સાહિત છું. મેં વન ડે તથા ટી 20 ટીમો સાથે મારી ભૂમિકાનો આનંદ લીધો છે, પરંતુ વર્લ્ડકપ માટે પસંદગી અલગ પ્રકારનો જ રોમાંચ હોય છે. પસંદગીકર્તાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ખેલાડીઓ પર મને પૂરો ભરોસો છે અને ચાલુ વર્ષે વિશ્વ કપમાં અમને હરાવવું કોઇ પણ ટીમ માટે આસાન નહીં હોય. દરેક ટીમે અમને હરાવવા માટે લોઢાના ચણા ચાવવા પડશે.
ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, પોન્ટિંગ સારી રીતે જાણે છે કે વિશ્વકપ માટે શું જરૂરી છે. મને ખબર છે કે તે ન માત્ર બેટિંગનું જ માર્ગદર્શન આપશે પરંતુ ટીમને ફિલ્ડિંગ અંગે પણ શ્રેષ્ઠ માર્ગદર્શન આપશે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા બેટિંગ સહાયક કોચ ડેવિડ સેકરે રાજીનામું આપ્યા બાદ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગને વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા છે. પોન્ટિંગ ભાગ ભારત અને પાકિસ્તાન સામે આગામી સીરિઝ બાદ સહાયક કોચનું પદ સંભાળશે. પોન્ટિંગ બેટિંગ કોચ ગ્રીમ હિક સાથે મળીને કામગીરી કરશે.