નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ  વર્લ્ડકપ 2019ને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે.  ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી ટીમો ઇંગ્લેન્ડ પહોંચી રહી છે.  વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પણ ઇંગ્લેન્ડ માટે રવાના થઇ. ફ્લાઇટમાં ઉડાન ભરતા પહેલા કેટલાક ખેલાડી ગંભીર જોવા મળ્યા તો અમુક ખેલાડી બેફ્રિક જોવા મળ્યા.



આવી જ એક તસવીરમાં વિરાટ, હાર્દિક, ધોની, જાડેજા અને યુઝવેન્દ્ર ચહલ સાથે બેઠેલા નજરે પડ્યા હતા. તસવીરમાં ધોની તેના આઈપેડમાં વ્યસ્ત નજરે પડ્યો તો ચહલ ફોનમાં PUBG રમતો જોવા મળ્યો હતો.  આ ઉપરાંત જાડેજા પણ તેના ફોનમાં વ્યસ્ત જોવા મળ્યો હતો.



આ વખતે ટીમ ઈન્ડિયા નવી વ્યૂહરચના અંતર્ગત વર્લ્ડકપમાં હિસ્સો લઇ રહી છે. ખેલાડીઓને કોઇપણ પ્રકારનું પ્રેશર નહીં લેવાનું કહેવામાં આવ્યું છે.