ભારત તરફથી સચિન રમ્યો છે સૌથી વધુ વર્લ્ડકપ
ભારત તરફથી સૌથી વધારે વર્લ્ડકપ રમવાના મામલે સચિન તેંડુલકરનું નામ સૌથી ઊપર આવે છે. સચિન 6 વર્લ્ડકપ રમી ચુક્યો છે. હવે ધોની ચોથો વર્લ્ડકપ રમીને 4 કે તેથી વધારે વર્લ્ડ કપ રમારો પાંચમો ભારતીય ખેલાડી બની જશે. આ પહેલા જવાગલ શ્રીનાથ, મોહમ્મદ અઝહરુદ્દીન અને કપિલ દેવ 4-4 વર્લ્ડકપ રમી ચુક્યા છે.
ગાંગુલી-દ્રવિડ-સેહવાગ રમ્યા છે 3 વર્લ્ડકપ
ભારતીય ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજોની વાત કરવામાં આવે તો સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને સેહવાગણ પણ 3-3 વર્લ્ડકપ રમી ચુક્યા છે. ગાંગુલી અને દ્રવિડ 1999, 2003 અને 2007નો વર્લ્ડકપ રમ્યા છે, જ્યારે સેહવાગ 2003, 2007 અને 2011નો વર્લ્ડકપ રમ્યો હતો.
વર્લ્ડકપમાં ધોનીનો કેવો છે દેખાવ ?
ધોનીએ 3 વર્લ્ડકપની મળીને કુલ 20 મેચ રમી છે. જેમાં તેણે 507 રન બનાવ્યા છે. વર્લ્ડકપમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન છે, જે શ્રીલંકા સામે 2011ની ફાઇનલમાં બનાવ્યો હતો. આ વર્લ્ડકપમાં તેની નજર પ્રથમ સદી પર પણ રહેશે. વર્લ્ડકપની મેચોમાં ધોનીએ 42.25ની સરેરાશ અને 91.18ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
વિરાટ કોહલી બન્યો સરદાર, શેર કર્યો નવો લુક, જુઓ તસવીર