માનચેસ્ટરઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે મળીને 23.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 140 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 77 અને લોકેશ રાહુલે 57 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી આમિરે 3 વિકેટ લીધી હતી.


337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમને પાંચમી ઓવરના પાંચમા બોલ પર મોટો ફટકો લાગ્યો હતો. આ પહેલાના ચાર બોલ ભુવનેશ્વર કુમારે ફેંક્યા હતા. પરંતુ તેને ઈજા થતાં તે મેદાન છોડીને બહાર ચાલ્યો ગયો હતો. જેના સ્થાને બોલિંગમાં આવેલા વિજય શંકરે પ્રથમ બોલ પર જ ઇમામ ઉલ હકને એલબીડબલ્યુ આઉટ કરાવ્યો હતો.


ભુવનેશ્વરને કેવા પ્રકારની ઈજા છે તે જાણી શકાયું નથી. પરંતુ જો તેની ઈજા ગંભીર હશે અને વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે તો ભારતને ચોક્કસ મોટો ફટકો લાગશે.

ભુવનેશ્વર પહેલા શિખર ધવન પણ ઈજાગ્રસ્ત થઈ ચુક્યો છે.

વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા પહોંચેલા સૈફ અલી ખાને શું કહ્યું ? જુઓ વીડિયો

વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગત

વર્લ્ડકપ 2019: ભારતીય ઓપનરોએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત