માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતે 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ હાર નક્કી થઈ ગઈ હતી. પરંતુ પંત (32 રન) અને પંડ્યા (32 રન)એ પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી ટીમને સ્થિરતા આપી હતી, પરંતુ આ બંનેએ મોટા ફટકા મારવાના પ્રયાસના વિકેટ ગુમાવી હતી.


જે પછી ભારત તરફથી જાડેજાએ 59 બોલમાં આક્રમક 77 રનની ઈનિંગ રમી હતી. જાડેજાએ તેની ઈનિંગમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની-જાડેજાએ 115 રનની ભાગીદારી કરી હતી.


જાડેજાએ 77 રનની ઈનિંગ દરમિયાન એક અનોખો વર્લ્ડકપ રેકોર્ડ બનાવ્યો હતો. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા તરફથી આઠમાં નંબરે બેટિંગમાં આવીને ફિફટી ફટકારનારો જાડેજા ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા રેકોર્ડ નયન મોંગિયાના નામે હતો. તેણે 1999માં ઝિમ્બાબ્વે સામે 28 રન બનાવ્યા હતા.


સેમિ ફાઈનલમાં હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું થયું ચકનાચુર, આ રહ્યા હારના કારણો

વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત

ભારતના વર્લ્ડકપ અભિયાનનો શરમજનક અંત, સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 18 રનથી હરાવ્યું, જાડેજાની 77 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ