ભુવનેશ્વર કુમાર હાલ ફિટ થઈ ગયો છે અને તેણે નેટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ અંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે ભુવનેશ્વર કુમાર કે મોહમ્મદ શમી કોની પસંદગી કરશો ? તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો સચિને ખૂબ ચોંકાવનારો પણ સચોટ જવાબ આપ્યો હતો.
સચિને કહ્યું કે, જો ભુવનેશ્વર ફિટ હોય તો હું ચોક્કસ તેની પસંદગી કરું. કારણકે તેની પાસે બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા છે. તે વેસ્ટ ઈન્ડિઝના ટોપ ઓર્ડરને સ્વિંગ દ્વારા મુશ્કેલીમાં મુકી શકે છે.
બીસીસીઆઈ દ્વારા ભુવનેશ્વર નેટમાં બોલિંગ કરતો હોય તેવો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
ફરી એકવાર અમદાવાદમાં મેઘરાજાની પધરામણી, અનેક વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, જુઓ વીડિયો