મયંક અગ્રવાલને લઈ રસપ્રદ વાત એ છે, તેણે ટીમ ઈન્ડિયા માટે હજુ સુધી એક પણ વન ડે મેચ રમી નથી. જોકે ટેસ્ટ અને લિસ્ટ એ ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદા રહ્યું છે. એટલું જ નહીં તેને ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ પણ છે. જેના કારણે ટીમ ઈન્ડિયામાં વિજય શંકરના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપની શરૂઆત પહેલા આઈપીએલમાં મયંક અગ્રવાલનું પ્રદર્શન ખરાબ હતું. પરંતુ ઈંગ્લેન્ડમાં સારી બેટિંગનો અનુભવ તેને કામ લાગ્યો. ઈંગ્લેન્ડમાં ભારતની એ ટીમ તરફથી રમતા તેણે 6 ઈનિંગમાં તેણે 442 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી પણ ફટકારી હતી.
મયંક અગ્રવાલે રમેલી લિસ્ટ એની 71 ઈનિંગમાં 48.71ની સરેરાશથી 3605 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 14 અડધી સદી સામેલ છે. ગત વર્ષે તેણે ઈન્ડિયા-એ તરફથી ઈંગ્લેન્ડમાં રમતી વખતે 71.75ની એવરેજથી 4 વન ડેમાં 287 રન બનાવ્યા હતા. આ દરમિયા તેનો સ્ટ્રાઇક રેટ 105.90નો હતો.
દિલ્હીમાં ઘરના પાર્કિંગમાં બંદૂકના નાળચે બદમાશોએ પતિ-પત્નીને લૂંટ્યા, જુઓ CCTV
વર્લ્ડકપઃ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો, જાણો કોનું કપાઈ શકે છે પત્તું, કોને મળી શકે છે તક
ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ પાકિસ્તાની ક્રિકેટરથી સહન ન થઈ, જાણો શું કહ્યું
ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? જુઓ વીડિયો