નવી દિલ્હીઃ 12મા આઈસીસી વર્લ્ડ કપ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાકુંભ માટે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ હતી. ટીમમાં બીજા વિકેટકિપર તરીકે સ્થાન મેળવવા દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચે સ્પર્ધા હતી. જોકે આખરે દિનેશ કાર્તિકનો અનુભવ પંત પર ભારે પડ્યો હતો.


કેમ કાર્તિકની થઈ પસંદગી ?

બીસીસીઆઈની પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યું કે, ‘મહત્વની મેચોમાં વિકટકિપિંગના અનુભવના કારણે કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. તેની સારી વિકેટકિપિંગના કારણે રિષભ પંત ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. વિકેટકિપિંગ પણ ઘણું મહત્વનું છે. આ કારણે અમે કાર્તિકની પસંદગી કરી, નહીંતર પંત પણ ટીમમાં હોત.’ ઉલ્લેખનીય છે કે કાર્તિક એક અનુભવી બેટ્સમેન માનવામાં આવે છે, જે વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં શાંત રહેવા સક્ષમ છે.

આ કારણે વિજય શંકરને મળ્યો મોકો

વિજય શંકરની પસંદગીને લઇ પ્રસાદે કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અમે મધ્ય ક્રમમાં અનેક ખેલાડીઓ અજમાવ્યા. દિનેશ કાર્તિક, અંબાતી રાયડૂ, મનીષ પાંડે પણ પરંતુ વિજય શંકર બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. જો ઇંગ્લેન્ડની પરિસ્થિતિ તેના પક્ષમાં હોય તો ઘણો મહત્વનો રોલ ભજવી શકે છે. તે એક સારો બોલર પણ છે.


વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 23 એપ્રિલ હતી, પરંતુ બીસીસીઆઈએ આઠ દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે.

ઓપનરઃ રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ

મિડલ ઓર્ડરઃ વિરાટ કોહલી, કેદાર જાધવ

વિકેટકિપરઃ એમએસ ધોની, દિનેશ કાર્તિક

ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, વિજય શંકર

સ્પિન બોલરઃ યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા

ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર

વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન

માત્ર 9 વનડે રમેલા આ ખેલાડીને લાગી લૉટરી, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યુ સ્થાન, જાણો વિગતે

વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા જાહેર, 15 સભ્યોની ટીમમાં 3 ગુજરાતીઓને મળ્યુ સ્થાન, જુઓ વીડિયો