ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે 2-3 મેચ માટે બહાર થઈ ગયો છે. પરંતુ હજુ સુધી તેની ઈજા કેટલી ગંભીર છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તેણે હળવી કસરતો શરૂ કરી છે પરંતુ ફિઝિયો પેટ્રિક ફરહાટ દ્વારા આપવાં આવેલી કસરતો કરતી વખતે સહજ અનુભવતો નથી.
નોટિંઘમ સુધી ખલીલ અહમદ ભારતનો નેટ બોલર હતો પરંતુ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ એ સામે શરૂ થતી શ્રેણી માટે પરત ફર્યો છે. સામાન્ય રીતે એ ટીમના બોલરોને જો કોઈ મેચ રમવાની ન હોય તો તેઓ સિનિયર ટીમ સાથે પ્રવાસ કરતા હોય છે.
સૈની ભારતનો ભાવિ ફાસ્ટ બોલર છે અને તે ટોપ ઓર્ડરને સારી પ્રેક્ટિસ કરાવી શકે તેમ માનવામાં આવે છે. સૈની આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે.
વર્લ્ડકપઃ બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને રચ્યો ઈતિહાસ, જાણો વિગત
પ્રેગનન્સિના 26માં સપ્તાહે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ
અમરેલી: બાબરામાં ધીમીધારે શરૂ થયો વરસાદ, જુઓ વીડિયો