વર્લ્ડકપ NZvPAK: ક્યારે થશે ટોસ ને કેટલી ઓવરની રમાશે મેચ ? જાણો વિગત
abpasmita.in | 26 Jun 2019 03:30 PM (IST)
વર્લ્ડકપ 2019માં આજે 33મો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે છે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી ફરજિયાત છે.
લંડનઃ વર્લ્ડકપ 2019માં આજે 33મો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે છે. વરસાદના કારણે મેદાન ભીનું હોવાથી મેચ વિલંબથી શરૂ થશે. એમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ધારીત સમયથી અડધો કલાક મેચ મોડી શરૂ થશે તેમ જણાવ્યું હતું. મેચમાં ઓવરનો ઘટાડો નહીં કરવામાં આવે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી ફરજિયાત છે. જ્યારે ન્યૂઝિલેન્ડ પણ લગભગ સેમી ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. તેથી બંને ટીમો વચ્ચે આજે જોરદાર ટક્કર જોવા મળશે તેમ માનવામાં આવે છે.