50 ઓવર પણ ન રમી શકી ટીમ ઈન્ડિયા
આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતવાનો પ્રથમ નિર્ણય લીધો હતો. ભારતે પ્રેક્ટિસ મેચમાં કેદાર જાધવ અને વિજય શંકરને આરામ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા 39.2 ઓવરમાં 179 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 54 રન બનાવ્યા હતા.
9મી વિકેટ માટે જાડેજા-કુલદીપની મહત્વની પાર્ટનરશિપ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ઈનિંગના બીજા જ બોલ પર રોહિત શર્મા આઉટ થયો હતો. જેના આઘાતમાંથી ભારત ક્યારેય બહાર નીકળી શક્યું નહોતું. હાર્દિક પંડ્યા (30 રન) અને કોહલી (18 રન)એ ઈનિંગની સ્થિરતા આપવાની કોશિશ કરી હતી પરંતુ કિવી બોલરના આક્રમણ સામે વધારે ટકી શક્યા નહોતા. ધોનીએ 17 રન બનાવ્યા હતા. 115 રનના સ્કોર પર ભારતની 8 વિકેટ પડી ગઈ હતી. જે બાદ જાડેજા (54 રન) અને કુલદીપ યાદવ(19 રન) વચ્ચે 9મી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી ટ્રેન્ટ બાઉલ્ટે 33 રનમાં 4 વિકેટ અને જેમ્સ નિશામે 26 રનમાં 3 વિકેટ ખેરવી હતી.
ટોસ વખતે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન.