લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2019ની મેચ રવિવારે ઓવલમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેનો વિજય રથ આગળ ધપાવવા આતુર રહેશે, જ્યારે ઓસ્ટ્રેલિયા પણ આવતીકાલની મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં સ્થાન જાળવી રાખવા આતુર હશે. ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે સરળતાથી હાર આપીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી હતી.


ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયામાં એક બદલાવ થઈ શકે છે. કુલદીપ યાદવના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવી શકે છે. ઓવલના હવામાનને ધ્યાનમાં રાખી ટીમ ઈન્ડિયા ત્રણ મેઇન ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થયા બાદ અલગ જ રંગમાં જોવા મળી રહી છે.

શમીને બુમરાહ અને ભુવનેશ્વર કુમાર સહિત હાર્દિક પંડ્યાનો સપોર્ટ મળી શકે છે. કેદાર જાધવ પાર્ટ ટાઇમ સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામેની સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ચહલ, જસપ્રીત બુમરાહ

વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ

લોકસભા ચૂંટણીમાં જીતનાર આ સાંસદ હવે વર્લ્ડકપમાં કરશે કોમેન્ટ્રી