લીડ્સઃ વર્લ્ડકપ 2019ના 44મા મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 264 રન બનાવ્યા હતા.  265 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમના ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવતાં 30.1 ઓવરમાં 189 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ 103 રન બનાવી આઉટ થયો હતો.

રોહિત શર્માએ સદી પૂરી કરતાં જ વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો હતો. વર્તમાન વર્લ્ડકપમાં રોહિત શર્માની આ પાંચમી સદી હતી. વર્લ્ડકપના ઈતિહાસમાં કોઇ પણ ક્રિકેટરે એક વર્લ્ડકપમાં પાંચ સદી મારી નથી. આ પહેલા રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. તેણે 4 સદી મારી હતી. જે રેકોર્ડને આજે રોહિતે તોડી નાંખ્યો હતો.


ઉપરાંત વર્લ્ડકપમાં છ સદી મારવાના સચિનના વર્લ્ડરેકોર્ડની પણ બરાબરી કરી હતી. સચિને વર્લ્ડકપમાં કુલ છ સદી ફટકારી છે. જ્યારે રોહિતે આ વર્લ્ડકપમાં પાંચ અને 2015માં 1 સદી મારી હતી. આમ તેની પણ છ સદી થઈ ગઈ છે. તેની પાસે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારવાના વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક પણ છે.

વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં સૌથી વધુ રન ફટકારવાનો સચિનનો રેકોર્ડ પણ રોહિતે તોડ્યો છે. સચિને 2003ના વર્લ્ડકપમાં લીગ રાઉન્ડમાં 580 રન બનાવ્યા હતા. રોહિતે લીગ રાઉન્ડમાં 647 રન બનાવ્યા હતા.


બર્થ ડેના એક દિવસ પહેલા જ ધોનીએ કરી ધમાલ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત

ધોની પર ICC થયું ઓળઘોળ, કહી આ મોટી વાત, જાણો વિગત

વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો જસપ્રીત બુમરાહ, જાણો કોણ છે પ્રથમ ક્રમે