બાંગ્લાદેશ તરફથી આજે 200મી વન ડે રમી રહેલા સ્ટાર બેટ્સમેન તામીમ ઇકબાલે ઈનિંગની શરૂઆતમાં જ રોહિત શર્માનો આસાન કેચ છોડ્યો હતો. તે સમયે રોહિત શર્મા 9 રને રમતમાં હતો. જે બાદ તે 104 રન બનાવી આઉટ થયો હતો. વર્તમાન વર્લ્ડકપમાં રોહિત શર્માએ ચોથી અને વન ડે કરિયરની 26મી સદી ફટકારી હતી.
વર્લ્ડકપમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં જ્યારે પણ તેનો કેચ છુટ્યો ત્યારે મોટી ઈનિંગ રમી છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તેનો 1 રને કેચ છુટ્યો હતો, જે બાદ અણનમ 122 રનની ઈનિંગ રમી ભારતને મેચ જીતાડી હતી.
ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માને 2 રને જીવતદાન આપ્યું હતું અને તેણે 57 રનની ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વની ભમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડના જો રૂટે 4 રને રોહિત શર્માનો સરળ કેચ છોડ્યો હતો આ પછી તે 102 રનની ઈનિંગ રમી આઉટ થયો હતો. જોકે તેમ છતાં ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.
INDvBAN: વન ડેમાં ડેબ્યૂ કર્યાના 15 વર્ષ બાદ ભારતના આ ખેલાડીને વર્લ્ડકપમાં રમવા મળી પ્રથમ મેચ, જાણો વિગત
વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા કયા 3 આંતરરાષ્ટ્રીય વિકેટકિપર સાથે રમવા ઉતર્યું, જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત? જુઓ વીડિયો