નોકઆઉટ માટે ટીમની તૈયારીને લઈ કોહલીએ કહ્યું, લીગ મેચમાં ટીમ રિલેક્સ રહેછે. નોકઆઉટ ગેમમાં તમારે તણાવની સાથે ખૂબ ફોક્સ કરવું પડે છે. ડિસિજન મેકિંગ મહત્વનું રહેશે. બંને ટીમો પાસે અનુભવ છે. ન્યૂઝીલેન્ડ ગત વખતે પણ ફાઇનલમાં પહોંચી હતી. નોકઆઉટમાં કેવી રીતે રમવાનું છે તેની તેમને ખબર છે. તે દિવસે જે વધારે સારું પ્રદર્શન કરે છે તેમના જીતવાની શક્યતા વધારે હોય છે.
કોહલીએ કહ્યું, અમારી બોલિંગ શ્રેષ્ઠ છે. લો સ્કોરિંગ ગેમમાં પણ અમે સારી બોલિંગ કરી છે. ન્યૂઝીલેન્ડની બોલિંગ પણ સારી છે. તેcના પેસર લયમાં છે. તેમની સામે અમારે અનુશાસનમાં રહેવાની જરૂરછે. અમારે યોગ્ય ક્રિકેટ રમવું પડશે. તેમના બોલર્સની લાઈન લેન્થ સારી રહી છે. તેઓ બોલને યોગ્ય જગ્યા પર રાખવામાં સફળ રહ્યા છે.
કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની અંગે કહ્યું, મેં તેની અંડરમાં કરિયર શરૂ કરી હતી. ધોની માટે અમને ખૂબ આદર છે. તે હંમેશા ખુશમિજાજ રહેતો વ્યક્તિ છે. જ્યારે હું તેને કંઈ પૂછુ તો હંમેશા સારી સલાહ જ આપે છે. મને તેની સાથે આટલા વર્ષો રમવા મળ્યું તેથી ભાગ્યશાળી માનું છું.
2008માં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં અંડર 19નો વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો થયા હતા. રસપ્રદ વાત એ છે કે તે સમયે ભારતીય ટીમની કેપ્ટનશિપ કોહલીના હાથમાં હતી અને ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ વિલિયમ્સનના હાથમાં હતી. આમ 11 વર્ષ પછી ફરી બંને કેપ્ટનો સેમિ ફાઇનલમાં ટકરાશે.
શેરબજારના રોકાણકારોને પસંદ ન આવ્યું બજેટ, જાણો બે દિવસમાં કેટલા લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા વચ્ચે શાકભાજીના ભાવમાં કેટલો થયો વધારો? જુઓ વીડિયો