લંડનઃ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર શિખર ધવન (117 રન) અને રોહિત શર્મા(57 રન)એ 127 રનની પાર્ટનરશિપ કરી શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 82 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં આક્રમક 48 રન ફટકાર્યા હતા. તે માત્ર 2 રનથી વર્લ્ડકપમાં પ્રથમ ફિફ્ટી લગાવવાથી ચુકી ગયો હતો. ધોનીએ પણ 14 બોલમાં 27 રન ફટકાર્યા હતા.
ભારતીય ઈનિંગ દરમિયાન જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હતો ત્યારે સ્ટેન્ડમાં બેઠેલા ભારતીય સમર્થકોએ ચીટર....ચીટર....ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ જોયું તો તેનાથી રહેવાયું નહીં. તેણે ફેન્સને સ્ટીવ સ્મિથ માટે તાળી વગાડવા કહ્યું હતું.
સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર થયા બાદ એક વર્ષના પ્રતિબંધની સજા ભોગવ્યા બાદ સ્મિથ અને વોર્નરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી થઈ છે. આ દરમિયાન બંનેએ ન માત્ર તેમની સજા કાપી પરંતુ ખુદને જવાબદાર ગણાવીને ભૂલનો સ્વીકાર પણ કર્યો હતો.
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા – શિખર ધવનની જોડીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
વર્લ્ડકપ 2019: કોહલીનું માસ્ક પહેરીને મેચ જોવા પહોંચ્યા ભારતીય ફેન્સ, જુઓ તસવીરો
સ્ટીવ સ્મિથને ભારતીય ફેન્સ કહી રહ્યા હતા ચીટર, કોહલીએ કરવી પડી આવી અપીલ, જાણો વિગત
abpasmita.in
Updated at:
09 Jun 2019 08:46 PM (IST)
ભારતીય ઈનિંગ દરમિયાન જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હતો ત્યારે સ્ટેન્ડમાં બેઠેલા ભારતીય સમર્થકોએ ચીટર....ચીટર....ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ જોયું તો તેનાથી રહેવાયું નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -