John Cena Post On PM Modi: ભારતના પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી તેમના સત્તાવાર યુએસ પ્રવાસ પર હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમેરિકન જો બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન સાથે મુલાકાત કરી હતી. જો કે સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. WWEના દિગ્ગજ ખેલાડી જોન સીનાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલથી આ તસવીર શેર કરી છે. આ ફોટોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહ્યા છે.







ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જોન સીનાએ લગભગ 9 કલાક પહેલા આ ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ સતત તેમના પ્રતિભાવ રાખી રહ્યા છે.


જોન સીનાની આવી રહી કારકિર્દી


જોન સીના તેની કારકિર્દીમાં 13 વખત WWE ચેમ્પિયન પણ બની ચૂક્યો છે. તે અન્ય સ્ટાર કરતા વધુ વખત WWE ચેમ્પિયન બન્યો છે. આ રેકોર્ડ પણ તેની પાસે જ રહેવાનો છે કારણ કે રેસ્ટલમેનિયા 38 માં, WWE ચેમ્પિયનશિપને યુનિવર્સલ ચેમ્પિયનશિપમાં યૂનિફાઈડ  કરવામાં આવી છે. જોન સીના આધુનિક જમાનાનો સૌથી સફળ સ્ટાર છે. તેણે રિંગમાં ઘણી મોટી મેચો જીતી છે. આ દરમિયાન તેની હાર અને જીતનું અંતર પણ ઘણું ઓછું રહ્યું છે. તેણે તેની કારકિર્દીમાં 1300 મેચોમાંથી લગભગ 77.23% મેચ જીતી છે.  રોમન રેન્સ અને ચાર્લોટ ફ્લેર જેવા સ્ટાર્સ મહત્તમ મેચ જીતે છે. પરંતુ જોન સીનાના પદ સુધી પહોંચવું તેના માટે આસાન નહીં હોય.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે હતાં. આ દરમિયાન પીએમ મોદીએ અનેક ઐતિહાસીક કરાર કર્યા હતા. પીએમ મોદીની આ અમેરિકાના પ્રવાસ દરમિયાન વર્ષોથી પડતર એવી યુદ્ધ વિમાનનોના એન્જીન બનાવવાના  કરારને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. તો ભારત અને અમેરિકા સાથે મળીને અવકાશમાં આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનની દિશામાં કાર્યરત બનશે તે અંગેનો પણ કરાર કરવામાં આવ્યો હતો.